આ ગોળ-ગોળ ફરતુ સમય નુ ચક્ર મને કાંઈ કહી રહ્યું છે,
પાછળ ફરીને ના જો એ દોસ્ત તારી સામે થી કાઈ વહી રહ્યું છે,
ભૂતકાળ ના એ દિવસો ને યાદ કરવામાં કાઈ સાર નથી,
માણીલે આજે તને જે પણ કાઈ મળી રહ્યું છે.
કરવાનું તો ઘણું છે તારા માટે આ દુનિયા માં,
ક્યારેક તો એવું કર જે તારું મન તને કહી રહ્યું છે.
જીવી લે આ જીંદગી જેવી પણ મળે છે જીવવા,
કારણ કે આ સમય નું ચક્ર નિરંતર ફરી રહ્યું છે.
સવાલ તો તને પણ થશે આ જીવન ના અંતે કે,
મારું મન સાને અફસોસ કરી રહ્યું છે?
જીંદગી તો લુટાવી દીધી મેં નોટો ની છાપ માં,
તો પણ મારું મન આજે કેમ આટલું ગરીબ રહ્યું છે?
પૂછે છે આ સમય ચક્ર આજે પણ મને સવાલ,
અને જવાબ માં મારું મન ફક્ત રડી રહ્યું છે,
સમજી લેવાની જરૂર છે આજે મારે પણ કે,
આ સમય નું ચક્ર નિરંતર ફરી રહ્યું છે.
No comments:
Post a Comment